આવો ઘરમાં આવો મારે લેવો આજ લ્હાવો, શ્યામ સુખધામ મારા પ્યારા ઘનશ્યામ; ૧/૨

આવો ઘરમાં આવો મારે લેવો આજ લ્હાવો,
શ્યામ સુખધામ મારા પ્યારા ઘનશ્યામ;
 	તારી લગની લાગી મારે હૈયે પ્રીત જાગી...શ્યામ૦ ટેક.
રહી ના શકું છેટી હૈયામાં રાખું ભેટી,
ચુંબન લેશું ઝાઝાં મેલીને સર્વે માજા;
 	જાઉં વ્હાલા સમાય તુંમાં, હુંમાં સમાવું શ્યામ...શ્યામ૦ ૧
છાના છાના રહેશું કોઈને નવ કહેશું,
લેજો લેવા જેવું અને દેજો દેવા જેવું;
 	સર્વોપરી છો સુખના ભર્યા, પ્યારા પૂરણકામ...શ્યામ૦ ૨
આવો વાલમ આવો હવે ઝાઝું ના તરસાવો,
શું કહું ઝાઝી વાતું મારે છેટે નથી રહેવાતું;
 	ચોકમાં તમને વળગી પડાશે, હાલોને ઘરમાં શ્યામ...શ્યામ૦ ૩
દાબોને મને હૈયે હાલો એકમેક થઈએ,
જ્ઞાનસખી છે તારી એને જલ્દી લો સ્વીકારી;
 	હૈયા કેરી ધડકન મારા, આત્માના આરામ...શ્યામ૦ ૪
 

મૂળ પદ

આવો ઘરમાં આવો મારે લેવો આજ લ્હાવો, શ્યામ સુખધામ મારા પ્યારા ઘનશ્યામ;

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પિયુડા
Studio
Audio & Video
0
0