સદા રહોને ભેટી ન રાખો નાથ છેટી, હાય ! તારું રૂપ મસ્ત મસ્ત મારા ભૂપ ૨/૨

સદા રહોને ભેટી ન રાખો નાથ છેટી,
હાય ! તારું રૂપ મસ્ત મસ્ત મારા ભૂપ;
 	પ્યારી મૂર્તિ તારી હું રાખું છું સંભારી...હાય૦ ટેક.
સુંદર મુખ તારું નીરખીને હૈયું ઠારું;
તારું રૂપ છે પ્યારું હૈયામાં હું ઉતારું;
	સુખથી ભરેલી મૂર્તિમાં, હું થાઉં તદ્રુપ...હાય૦ ૧
અંગોઅંગ રૂપાળાં મને લાગે છે રસાળાં,
સ્નેહથી છે હૂંફાળાં તને ભૂલું ના સુખાળા;
 	તારી જેવું જગે બીજું, નથી સુખરૂપ...હાય૦ ૨
મર્યાદાને મેલી થઈ તારે કાજે ઘેલી,
છૈયા મારા બેલી હવે મર્યાદા દે મેલી;
	કોઈને હું નહિ કહું પિયા, રહીશ સદા ચૂપ...હાય૦ ૩
દેજ્યો તમારો લ્હાવો મને અધરામૃત પાઓ,
આવો હૈયા આવો મને હૈયામાં સમાઓ;
	જ્ઞાનસખી કહે પ્રેમે ચૂમું, તારો નાભિ કૂપ...હાય૦ ૪
 

મૂળ પદ

આવો ઘરમાં આવો મારે લેવો આજ લ્હાવો, શ્યામ સુખધામ મારા પ્યારા ઘનશ્યામ;

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સહજાનંદ
Studio
Audio & Video
0
0