રાજા મહારાજા ! તમે છો પૂરણકામ, દયા કરીને વાલા તમે કરજો મારાં કામ ૧/૧

 રાજા મહારાજા ! તમે છો પૂરણકામ;
	દયા કરીને વાલા તમે કરજો મારાં કામ...ટેક.
આવી શરન તારે હે મારા હૈયા;
હૈયામાં રહેજો હરિ સર્વે સુખદૈયા;
	છૈયા મારા કહ્યા સુણજો વહાલા કાન;
	તમારે માટે હું છું એવું દેજો મને ભાન...રાજા૦ ૧
તરુ ભવદરિયો હું તમો મારી નૈયા;
નૈયામાં બેસી હું તો પામું સુખ છૈયા;
	છૈયા સુખ દેજો તમારું મારા શ્યામ;
	હે શ્યામ તારું નામ વાલા રટું આઠો જામ...રાજા૦ ૨
નીરખું અખંડ તમને હે મારાં નેણાં !
નેણાંમાં રહેજો કહેજો મીઠાં મીઠાં વેણાં;
	નેણાં વેણાં તારાં મને પ્યારાં મારા નાથ;
	નેણે વેણે રાખું સદા જ્ઞાનજીવનના સાથ...રાજા૦ ૩
 

મૂળ પદ

રાજા મહારાજા ! તમે છો પૂરણકામ, દયા કરીને વાલા તમે કરજો મારાં કામ

મળતા રાગ

રાજા મહારાજા, તમે છો પૂરણકામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
પિયુડા
Studio
Audio
0
0