તમને રાજી કરવા મારે, તમને મળવું નાથજી ૧/૨

તમને રાજી કરવા મારે, તમને મળવું નાથજી;
	સેવા કરવા શ્રીજી મારે, રહેવું તમારી સાથજી...૧
જનમ જનમથી ઝંખું વહાલા, મળજો મારા બાપજી;
	જ્યારે મળશો ત્યારે વહાલા, ટળશે મારાં પાપજી...૨
પ્યારા પ્યારા પ્રભુજી મારા, સુખ તણા દેનારજી;
	જીવ તણા છો જીવન મારા, તમે જ છો આધારજી...૩
તન-મન સર્વે તમને અર્પું, જપું તમારાં નામજી;
	કંઈ જ આશા વિના સમર્પું, આત્મા સાથે તમામજી...૪
સ્વીકારી લો શ્રીજી મુજને, અતિશે દયા આણીજી;
	જ્ઞાનજીવન કહે વાલમ તમને, અતિશે દીનતા વાણીજી...૫
 

મૂળ પદ

તમને રાજી કરવા મારે, તમને મળવું નાથજી

મળતા રાગ

જનમ્યા ત્યાંથી જરૂર જાણો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંર્કીતનદાસજીસ્વામી+હરિગુનદાસજીસ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હરિગુણસ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
પ્રાર્થના
Studio
Audio & Video
0
0