તારું સુખ મારું સુખ, તારું દુ:ખ મારું દુ:ખ ૧/૧

તારું સુખ મારું સુખ, તારું દુ:ખ મારું દુ:ખ,
તારુંમારું સુખદુ:ખ એક છે હરિ, હું તો તારા રૂપમાં ગઈ છું ઠરી;
	તારો વાસ મારો વાસ, મારો વાસ તારો વાસ,
	તારો મારો વાસ સદા એક છે હરિ...હું તો તારા૦ ટેક.
તારા વિના નાથ મને ગમે નહિ કાંઈ,
હું તો તારા પ્રેમમાં ગઈ છું બંધાઈ;
 		આત્માનો સાચો ધણી જાણીને હરિ,
 		હું તો તને વાલા મારા ગઈ છું વરી...તારું૦ ૧
તું છો મારો નાથ હું તો રહું તારી સાથ,
તારા વિના બીજી મારે નથી રે મિરાથ;
 		તન મન ને આત્મામાં માણું છું હરિ,
 		તારું સુખ મુજમાં તેં દીધું છે ભરી...તારું૦ ૨
સંગ સંગ જીવું હું તો રંગમાં સદાય,
તુજમાં હું મુજમાં તું ગયા રે સમાય;
 		તારો મારો પ્રેમ ‘જ્ઞાન’ જાણું છું હરિ,
 		તુજ વિના કાળજામાં વાગે છે છરી...તારું૦ ૩
 

મૂળ પદ

તારું સુખ મારું સુખ, તારું દુ:ખ મારું દુ:ખ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
રહેજો આનંદમાં
Studio
Audio & Video
0
0