વાલા વાલા શ્રીજી, વાલા વાલા સંત, વાલા છે અમને ભક્તો અત્યંત; ૧/૧

 વાલા વાલા શ્રીજી, વાલા વાલા સંત;
વાલા છે અમને ભક્તો અત્યંત;
	મરશું એને અર્થે ને જીવશું એને માટ;
	વાળી છે હૈડામાં અતિ દૃઢ ગાંઠ...વાલા૦ ટેક.
પાડશો નહિ ના મને કહી દો તમે હા;
બોલો સત્સંગ અર્થે જા જા જા;
સેવા કરવા અર્થે અમે જનમ્યા રે આજ;
	કરવા છે રાજી મારે શ્રીજીમહારાજ...વાલા૦ ૧
તન મન ધન મારું સોંપું એને આજ;
ક્યાંથી મળે રે મને આવા મહારાજ;
	લોકલાજ ને આબરૂનું નથી મારે કામ;
	નડશો નહિ મને તમે સગાંઓ તમામ...વાલા૦ ૨
સર્વોપરી હરિ આજ આવ્યા મારે ભાગ્ય;
નહિ શકે બાળી મને સંસારની આગ્ય;
	ચાલું છું ગગન રાખી મૂર્તિમાં મન;
	શ્રીજી અર્થે કુરબાન કર્યું તન ધન...વાલા૦ ૩
દેહસુખ ને માન મોટપ મૂકવા છે આજ;
પામવા છે સંતો-ભક્તો શ્રીજીમહારાજ;
	થઈ શૂરવીર મારે જાવું અક્ષરધામ;
	રોકશો મા મને કોઈ જપતાં હરિ નામ...વાલા૦ ૪
શ્રીજી-સંતો અર્થે મારે થાવું કુરબાન;
કરવા છે રાજી મારે સંતો ભગવાન;
	જ્ઞાનજીવન કહે મોંઘા મળ્યા મહારાજ;
	જપ તપ વ્રત મારાં ફળ્યાં સર્વે આજ...વાલા૦ ૫ 
 

મૂળ પદ

વાલા વાલા શ્રીજી, વાલા વાલા સંત, વાલા છે અમને ભક્તો અત્યંત

મળતા રાગ

છોટી છોટી ગૈયાં, છોટે છોટે ગ્વાલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
સહજાનંદ
Studio
Audio & Video
0
0