લીલાછમ વનમાં, ચોમાસાના દનમાં, ઘનશ્યામજી ઘોડલા ખેલાવે ૧/૧

લીલાછમ વનમાં, ચોમાસાના દનમાં,
ઘનશ્યામજી ઘોડલા ખેલાવે, દર્શનની દયા દિલ લાવે;
	સખાઓના સંગમાં, આવીને ઉમંગમાં,
	મોહનજી માણકી દોડાવે, મુજ હૈયે સુખ છલકાવે...ટેક.
નદી કેરી પાળે, માણકી ઉલાળે,
નયન કેરે ચાળે, મારું દિલ ગાળે, હરિ હૃદ્ય વાળે;
	પિયુ મારો સુખમાં, હસે મીઠું મુખમાં,
	આંખડીએ આંખડી અડાવે, નજરુંનો નેહ પિવડાવે...લીલા૦ ૧
રૂમ-ઝૂમ ચાલે, મન મારું ઝાલે,
તોરા અડે ગાલે, જાણે ચૂમે વાલે, મને ઘણું સાલે;
	શોભે ગોરા તનમાં, ગમે મારા મનમાં,
	મર્માળો મીઠું મીઠું ગાવે, લલચાવી બહુ શરમાવે...લીલા૦ ૨
જળ વરસે છે, ઘનો દરસે છે,
ઘન ગરજે છે, વીજ તરસે છે, વાયુ સ્પરશે છે;
	દિવ્ય લાઇટિંગમાં, વાલો એક્ટિંગમાં,
	દેવતાને મોહ ઉપજાવે, સખીઓને સ્નેહે સતાવે...લીલા૦ ૩
મૂર્તિના પ્રભાવે, જ્ઞાનસખી ગાવે,
રાજી થઈ જાવે, હરિ મીઠા ભાવે, મસ્તક હલાવે;
	નાચું અંગઅંગમાં, માણકીના સંગમાં,
	બની ગઈ માણકી હું ભાવે, પિયુ મને લાડ લડાવે...લીલા૦ ૪
 

મૂળ પદ

લીલાછમ વનમાં, ચોમાસાના દનમાં, ઘનશ્યામજી ઘોડલા ખેલાવે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
ખૂશ્બુ જૈન
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ઓ ઘનશ્યામ (મહિલા વોઇસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
જોઈએ તારો પ્યાર
Studio
Audio & Video
0
0