અથાણાવાળા સ્વામીને છે, જપ કર્યાનું અંગજી ૪/૪

અથાણાવાળા સ્વામીને છે, જપ કર્યાનું અંગજી;
	ઓછામાં ઓછી હજારમાળા, ફેરવે નિત્ય અભંગજી...૧
નિયમ એવો સ્વામીજીનો, જોયો છે મેં આંખેજી;
	માળા ફેરવતાં થાકે જ નહિ, અખંડ ફેરવે રાખેજી...૨
વડતાલધામે મંદિરમાંહિ, લક્ષ્મીનારાયણ આગેજી;
	પાંચે પાંચ આરતીઓ પહેલાં, અતિશે અનુરાગેજી...૩
સ્વામિનારાયણ મહામંત્રની, ધૂન કરાવે ભાવેજી;
	ધૂન બોલાવવા હરિભક્તોને, આગ્રહથી બોલાવેજી...૪
એવો આગ્રહ ભજન કેરો, જગમાં કોણ રખાવેજી;
	ભક્તજનોના ભૂષણ સ્વામી, સત્સંગને સોહાવેજી...૫
જ્ઞાનજીવન કહે સ્વામીને ભાવે, શત શત કરું વંદનજી;
	માનસીમાં સંભારી પૂજું, ચર્ચી ભાલે ચંદનજી...૬

 

 

મૂળ પદ

વડતાલ મોટું ધામ મનોહર, પ્રત્યક્ષ દેવો બિરાજેજી

મળતા રાગ

જનમ્યા ત્યાંથી જરૂર જાણો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી