મૂર્તિ તમારી સુખાકાર, આવું સુખ મેં જોયું નહિ કોઈમાં ૧/૧

 મૂર્તિ તમારી સુખાકાર, આવું સુખ મેં જોયું નહિ કોઈમાં...ટેક.
તારી કોમળતા જેવી કોમળતા, નથી ફૂલોમાં;
તારી સુગંધી જેવી સુગંધી, નથી ફૂલોમાં;
	દિવ્ય દિવ્ય તારો છે આકાર;
	આવું રૂપ મેં જોયું નથી કોઈમાં...મૂર્તિ૦ ૧
તારી શીતળતા જેવી શીતળતા, નથી ચંદામાં;
તારી ચપળતા જેવી ચપળતા, નથી મૃગોમાં;
	ચાલ તારી છે છટાદાર;
	આવી ચાલ મેં જોઈ નહિ કોઈમાં...મૂર્તિ૦ ૨
તમારું હેત દયા પામી પ્રભુજી અમે, ફાવ્યા જગતમાં;
તમારી સામર્થી પ્રતાપે પ્રભુજી અમે, ગણાણા ભગતમાં;
	હેત દયા ક્ષમાના ઉદાર;
	આવા ગુણો મેં જોયા નહિ કોઈમાં...મૂર્તિ૦ ૩
તારી મોહકતા જેવી મોહકતા, નથી માયામાં;
જ્ઞાનજીવન કહે પ્રેમ થયો છે મને, તારી કાયામાં;
	શક્તિ તમારી છે અપાર;
	આવી શક્તિ મેં જોઈ નહિ કોઈમાં...મૂર્તિ૦ ૪ 
 

મૂળ પદ

મૂર્તિ તમારી સુખાકાર, આવું સુખ મેં જોયું નહિ કોઈમાં

મળતા રાગ

તમને સંભારે છે સંસાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio & Video
0
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0