જીવનમાં તમારો આશરો, એ એક જ સુખનો સાર છે ૧/૧

જીવનમાં તમારો આશરો, એ એક જ સુખનો સાર છે;
	એહ વિના સુખિયા થાવાનો, બીજો ક્યાં કોઈ આધાર છે...ટેક.
બળ લેશ તમારું જો હોય તો, મોટા ભયથી પ્રભુ તમે રક્ષા કરો;
વિશ્વાસ તમારો જો રાખી શકું, સર્વાનંદથી તમે પૂર્ણ ભરો;
 		વિશ્વાસીનું દિલ નથી તોડતા,
 		એવો વિશ્વાસી પર પ્યાર છે...જીવન૦ ૧
તમે કોઈથી પ્રભુજી ડરતા નથી, તમે વિશ્વાસઘાત કદી કરતા નથી;
હોય દૃઢ ભરોસો એવો જેને, એવા ભક્તોય કોઈથી ડરતા નથી;
 		અસંભવને સંભવ કરો,
 		સામર્થી તમારી અપાર છે...જીવન ૦ ૨
થાવાનું જે હોય તેને રોકી શકો, ના થાવાનું પણ તમે કરી શકો;
અવળું-સવળું સવળું-અવળું, એમ અન્યથા પણ તમે કરી શકો;
 		કહે જ્ઞાનજીવન હે સર્વોપરી,
 		મારે તારો જ એક આધાર છે...જીવન૦ ૩
 

મૂળ પદ

જીવનમાં તમારો આશરો, એ એક જ સુખનો સાર છે

મળતા રાગ

જાનાર તો અહીંથી જતાં રહ્યાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio & Video
0
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0