મારા પ્યારા પ્યારા ઘનશ્યામજી, તુજ વિના રહ્યું નહિ જાય, આવો એકવાર ૧/૧

મારા પ્યારા પ્યારા ઘનશ્યામજી, તુજ વિના રહ્યું નહિ જાય,
				આવો એકવાર;
તમે દિવ્ય મહાસુખ-ખાણ પ્રભુ, તારા વિના જીવ્યું નહિ જાય,
				મળો એકવાર..ટેક.
પ્રાણથી પણ તમે પ્યારા છો, શ્વાસ તણા આધારા છો;
શું કહું શ્રીજી હૈયાં મારાં, મુજ નયનના તારા છો;
 		તારા માટે તડપી-તડપી મરું,
 		અન્ન-જળ ભાવે નહિ કાંય...આવો૦ ૧
તારી અલૌકિક મૂરતિમાં, મારું વળગ્યું છે હૈયું;
છેટું હવે નથી રહેવાતું, ઘણીવાર તમોને મેં કહિયું;
 		હવે દયા લાવો હરિ હઠીલા,
 		આવું તમને પિયુ ના સોહાય...મળો૦ ૨
જ્ઞાનજીવનના જીવન છો, આત્માના પણ આત્મા છો;
સર્વત્ર તમે પૂર્ણ પ્રભુ, એક સર્વોપરી પરમાત્મા છો;
 		એવા આપને અખંડ અનુભવું,
 		બીજું જોઈતું નથી મારે કાંય...આવો૦ ૩
 

મૂળ પદ

મારા પ્યારા પ્યારા ઘનશ્યામજી, તુજ વિના રહ્યું નહિ જાય, આવો એકવાર

મળતા રાગ

તારી આંખો લૂછી નાંખ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio & Video
0
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0