પધારો પ્રાણથી પ્યારા, મારા સહજાનંદ સ્વામી ૧/૧

પધારો પ્રાણથી પ્યારા, મારા સહજાનંદ સ્વામી
	તમારી રાત દિ’ વાલા, રાહ જોઉં છું હે સ્વામી(૨)...ટેક.
રાત તો આ મને અતિ, લાંબી લાંબી લાગે પિયા,
દિવસે તો કશું કામ, નથી સૂઝતું મારા હૈયા;
	સદાયે છબી એક તારી, મને સાંભરે હે સ્વામી...પધારો૦ ૧
આ શય્યા તો તુજ વિના, મારા વાલમ છે નકામી,
તમે તો છો અતિ નિર્લેપ, મહાસુખકારી અકામી;
	તમારા પ્રેમ વિના વાલા, કેમ જિવાયે હે સ્વામી ?..પધારો૦ ૨
આવો ને આવો હે પ્યારા, આજ અમારે આંગણીએ,
દીનબંધુ દયા કરી, દોષો અમારા ના ગણીએ;
	તમારી જ્ઞાનસખી તલસે, તમારા પ્રેમમાં સ્વામી...પધારો૦ ૩
 

મૂળ પદ

પધારો પ્રાણથી પ્યારા, મારા સહજાનંદ સ્વામી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વાલા
Studio
Audio
0
0