વાલમજી વહેલા વળજો રે મેથાણ, તમ વિના રહેશે નહિ મારા પ્રાણ ૧/૧

વાલમજી વહેલા વળજો રે મેથાણ,
 	તમ વિના રહેશે નહિ મારા પ્રાણ...વાલમજી૦ ટેક.
ભલે પિયુ ગઢપુર જાઓ જરૂર, હૈયે મારે અખંડ રહેજો હજૂર;
 	ક્ષણ એક આત્માથી કેમ રહેશો દૂર...વાલમજી૦ ૧
જીવું હું તો તમારે કાજે જીવન, મીનનું તો જળ જ જાણો જીવન;
 	તમે જીવ છો વાલા હું તારું તન...વાલમજી૦ ૨
હું તો નાથ દાસી છું એક તમારી, ખબર લેજો વહેલા વહેલા આવી મારી;
 	જળ વિના લીલ સુકાઈ જનારી...વાલમજી૦ ૩
જ્ઞાનજીવનના સ્વામી તમે સહજાનંદ, મારે મન એક તમે છો આનંદ;
 	તુજ વિન માનું બીજું સર્વે ફંદ...વાલમજી૦ ૪
 

મૂળ પદ

વાલમજી વહેલા વળજો રે મેથાણ, તમ વિના રહેશે નહિ મારા પ્રાણ

મળતા રાગ

માણકીએ ચડયા રે મોહન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વિદાય
Studio
Audio
0
0