મૂર્તિ તમારી મહાસુખકારી, જીવનદોરી મારી ૧/૧

મૂર્તિ તમારી મહાસુખકારી, જીવનદોરી મારી,
રાખું હૈયામાં ધારી, રાખું હૈયામાં ધારી,
હું છું તમારી નગણી નારી, પ્રીયવર દેજો તારી...રાખું૦ ટેક.
ઓ સ્વામી સહજાનંદ, તમે મારા હૈયા કેરા હાર છો,
હો પિયા પરમાનંદ, પ્યારા મારા જીવના આધાર છો,
રાખું સદાયે તમને સંભારી, અવતારના અવતારી...રાખંુ૦ ૧
કોટી જનમે શ્રીજી, તમે આવ્યા છો મારા હાથમાં,
હૈયામાં રાખી હરિ, જીવું સદાયે તુજ સાથમાં,
મૂર્તિમાંયે ચિત્ત ખેંચાયે, પળ ના શકંુ વિસારી...રાખું૦ ૨
રહેવું ગમે છે વાલા, શ્રીજી તમારા એક પ્યારમાં,
હૈયુ જોડાણું મારું, તારા અલૌકિક આકારમાં,
જ્ઞાનજીવનને મૂર્તિ તમારી, લાગે છે પ્યારી પ્યારી...રાખું૦ ૩

મૂળ પદ

મૂર્તિ તમારી મહાસુખકારી, જીવનદોરી મારી

મળતા રાગ

મિલો ન તુમતો દિલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0