અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે ૧/૧

અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
	વાલમ વાઘા કરું ચંદનના, સ્નેહે હૈયામાં ધારી રે...૧
વિધ વિધ રીતે હરિ શણગારું, શોભા રચું અતિ સારી રે;
	જોતાં તમને નાથજી મારા, મોહી જાય નરનારી રે...૨
આવા ગરમીના દિવસોમાં, ઘામ થાય દુ:ખકારી રે;
	ચંદન લગાવી ટાઢક વાળું, ગરમી ભગાડું નઠારી રે...૩
જ્ઞાનજીવન કહે સુખના સ્વામી, સુખિયા થાવો સુખકારી રે;
	અમારી ભાવના હેતે સ્વીકારો, તમે છો હરિ અઘહારી રે...૪

 

 

મૂળ પદ

અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે

મળતા રાગ

હરિ ભજતાં સહુ મોટપ પામે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ વૈશાખ સુદ-૬, શનિવાર તા.૨૧/૦૪/૨૦૧૮, કુંડળધામ, રાત્રે ૧૧ વાગે, વાંચનરૂમ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી