આજ તો અમારે ઘેર, થાય છે જો લીલા લે’ર ૧/૧

હે...(પધારો) અવતારી મારા વાલીડા, આજ હૈયું હરખ્યું છે ભાળી,
 				તારી સુંદર મૂરતિ હેતાળી;
હે...મંદમંદ હસતા, આગળ ધસતા, ચાલ ચાલતા લટકાળી,
 				તારી વેધક દ્રષ્ટિ મરમાળી,
કે’દાડાના રાહ જોતા’તા, ભલે પધાર્યા આવો વહાલા;
	દુ:ખહર મૂરતિ દયાળી, દીધાં પાપ અમારાં પ્રજાળી ,
	આજ આવ્યા સુખની હદવાળી, આજ કરી છે મુજને સુખાળી.

આજ તો અમારે ઘેર, થાય છે જો લીલા લે’ર,
રાજી થઈને વાલમો પધાર્યા મારે આંગણે.
	પ્યારા સંતો સાથે આજ, આવ્યા મારો મહારાજ...રાજી૦
	આવ્યા વ્હાલો આવ્યા વ્હાલો આવ્યા વ્હાલો આવ્યા(૨)...ટેક.
મુખડું મલકે મોહનજીનું આંગણિયામાં ચાલતા, મારા મંદિરિયામાં મા’લતા;
મીઠી નજરે સામું જોતાં, હૈયું મારું ગાળતા, મારો હેતે હાથ ઝાલતા;
	હેતે મારો ઝાલી હાથ, પિયુજીએ લીધી બાથ...રાજી૦ ૧
જમાડયા જીવનને મેં તો મુખમાં આપી કોળિયા મારાં સર્વે સુકૃત ફળિયાં;
શય્યામાં સુવારી શ્રીજી, અરસપરસ મળિયા, અતિ હેતે હૈયાં દળિયાં;
	છાતી મારી ઠારી આજ, વાલે મારું કર્યું કાજ...રાજી૦ ૨
મૂકું ના માધુરી મૂર્તિ, હૈયે રાખું રાજને, મારા પ્યારા મહારાજને;
જ્ઞાનસખીએ હૈયે સ્થાપ્યા, વાલા રાજાધિરાજને, મારા સર્વે સુખસાજને;
	મૂર્તિ માળે રાખી આજ, કર્તાપણે રહ્યા રાજ...રાજી૦ ૩
 

મૂળ પદ

આજ તો અમારે ઘેર, થાય છે જો લીલા લે’ર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વાલીડા
Studio
Audio
1
0