મોંઘેરા હે માવ આજ ભલે ઘેરે આવ્યા, ભલે ઘેરે આવ્યા આ સંતો સાથે લાવ્યા ૧/૧

 મોંઘેરા હે માવ આજ ભલે ઘેરે આવ્યા;
	ભલે ઘેરે આવ્યા આ સંતો સાથે લાવ્યા...ટેક.
આજ આનંદ મારે અંગે, રે’શું હેતાળાને સંગે;
	લેશું લાભ અતિ ઉમંગે રે...આજ૦ ૧
મને દાસી જાણી તારી, નિત્ય કરજો લીલા ન્યારી;
	લેશું લીલા હૈયે ધારી રે...આજ૦ ૨
આ સર્વે છે તમારું, એમાં કાંઈ નથી મારું;
	હું તન મન આતમ વારું રે...આજ૦ ૩
અમે સર્વે થયા રાજી, તારા ગુણલા ગાશું ગાજી;
	તમે આવ્યે જીત્યા બાજી રે...આજ૦ ૪
અમ આંગણ પાવન કીધું, દઈ દર્શન સુખડું દીધું;
	મારા મનનું ગમતું કીધું રે...આજ૦ ૫
અહીં રહેજો હૈયે ઠરી, મને ગણજો દાસી હરિ;
	મને અઢળક રાજી કરી રે...આજ૦ ૬
આ જ્ઞાનસખી છે તારી, એને દેશો મા વિસારી;
	સદા રાખીશ હું સંભારી રે...આજ૦ ૭ 
 

મૂળ પદ

મોંઘેરા હે માવ આજ ભલે ઘેરે આવ્યા, ભલે ઘેરે આવ્યા આ સંતો સાથે લાવ્યા

મળતા રાગ

મોડેરી મધરાતે રે મા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
રાજાધિરાજ
Studio
Audio & Video
0
0