અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ ૫/૮

અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
   હાલો હાલો મુક્તરાજ, આપણી, રાહ જુએ છે મહારાજ...ટેક.
પગે ચાલી સહુને, આવતા જાણી;
રાજી થયા છે આજ, સારંગપાણી;
		ધૂન કરો મોટે અવાજ...આપણી૦ ૧
સંતો-ભક્તોને આજ, સંભારે શ્રીજી;
એનાથી મોટી કઈ, વાત હોય બીજી;
		દર્શન દેશે હરિ આજ...આપણી૦ ૨
ગઢપુર બિરાજે છે, ગોપીનાથ મહારાજ;
દર્શન આપે છે ત્યાં, હરિકૃષ્ણ મહારાજ;
		કરવાને આપણાં કાજ...આપણી૦ ૩
ભાળી આપણને, ભાવેશું ભેટશે;
જન્મોજનમનાં, દુ:ખડાં રે મેટશે;
		જ્ઞાનના રાજાધિરાજ...આપણી૦ ૪

 

 

મૂળ પદ

હાલોને ગઢપુરધામ, ગોપીનાથ, મહારાજ નીરખવા કાજ

મળતા રાગ

આવોને શ્રીજીમહારાજ મારે ઘેરે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૨૯/૦૯/૨૦૧૮, કુંડળધામ, સવારે ૯ વાગે, સાધુઆશ્રમના ચોકમાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી