જય હરિવર પામ્યા, તમે જય હરિવર પામ્યા (સદ્‌ગતની આરતી) ૧/૧

જય હરિવર પામ્યા, તમે જય હરિવર પામ્યા;
	મેલી દેહ ને દુનિયા (૨) હરિ સુખમાં જામ્યા...તમે૦ ટેક.
હરિ આજ્ઞા પાળીને, ઉપાસના કરી (તમે) (૨)
	તેને પ્રતાપે આજે (૨) સુખમાં બેઠા ઠરી...તમે૦ ૧
સ્નેહે કરી અમ સર્વે, લાગીએ તમને પાય (અમે) (૨)
	સ્નેહ સદ્‌ગુણ તમારા (૨) અમને નહિ ભુલાય...તમે૦ ૨
સંપ્રદાયને સેવતાં, આયુષ્ય કર્યું પૂરું (તમે) (૨)
	કલ્યાણ કાજે આપે (૨) રાખ્યું ન અધૂરું...તમે૦ ૩
સેવા કરી સતસંગની, ભાવે ભજ્યા ભગવાન (તમે) (૨)
	રાજીપો સહુનો લીધો (૨) કર્યાં તમે ધ્યાન જ્ઞાન...તમે૦ ૪

 

 

મૂળ પદ

સદ્‌ગતની આરતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio
0
0