મહાભાગ્ય જાણો સહુ આપણાં રે, મળ્યો સત્સંગ અમૂલો ૧/૧

 મહાભાગ્ય જાણો સહુ આપણાં રે, મળ્યો સત્સંગ અમૂલો;
મોંઘી મૂર્તિ મંડો સહુ ધારવા રે, પળ એક ન ભૂલો;
ભૂલો ના હરિ પળ ભૂલો ના હરિ;
	 સંતો ભક્તો મુક્તો હાલમાં રે...મળ્યો૦
	ક્યાંથી મળે સર્વોપરી વાલમા રે...પળ૦ ટેક.
શ્રીજી ને સંતો સદા સ્નેહે સંભારવા,
પ્રાણપ્યારા પિયુ પળ એક ના વિસારવા;
	છેલ્લું સુખ મોક્ષતણું પામવા રે...મળ્યો૦
	કારણ દેહ મહામાયા વામવા રે...પળ૦ ૧
કથા કીર્તન ધૂન સહુ રાત દિન કરજ્યો,
ચંચળ મન જીતવાને ધ્યાન બહુ ધરજ્યો;
	ધર્મ-ભક્તિ જ્ઞાન વૈરાગ્ય દૃઢ કરવા રે...મળ્યો૦
	 સંતોને સેવો ભવ તરવા રે...પળ૦ ૨
કપટ ને માન તજી સંતોને નમવું,
કુડા સ્વભાવો ટાળી ભક્તોને ગમવું;
	સેવા કરવા તન મન ધનથી રે...મળ્યો૦
	પડો નહિ પાછા કદી મનથી રે...પળ૦ ૩
વાસનારૂપી ડાકણને ધીરજથી મારજ્યો,
કામ છે કઠણ માટે હિંમત ના હારજ્યો;
	જ્ઞાનજીવન હરિબળ ધારજો રે...મળ્યો૦
	સાધનનું બળ ઉર ટાળજો રે...પળ૦ ૪ 
 

મૂળ પદ

મહાભાગ્ય જાણો સહુ આપણાં રે, મળ્યો સત્સંગ અમૂલો

મળતા રાગ

મહાભાગ્ય જાણો સહુ આપણાં રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સહજાનંદ
Studio
Audio & Video
0
0