સ્વામી સહજાનંદજી મને વાલા લાગે, દર્શન કરતા ને દુ:ખ મારાં ભાગે ૧/૧

સ્વામી સહજાનંદજી મને વાલા લાગે,
	દર્શન કરતા ને દુ:ખ મારાં ભાગે...સ્વામી૦ ટેક.
માત-પિતા બંધુ સખા, સર્વે મારે શ્રીજી,
	સહજાનંદની મૂરતિ વિના, વાત ન ગમે બીજી...સ્વામી૦ ૧
દુનિયા કેરા દાવાનળમાં શ્રીહરિ ઘનશ્યામ,
	સર્વે દુ:ખની દવા મારે, શ્રીજી કેરું નામ...સ્વામી૦ ૨
દુ:ખ પડે જો મને તો તો, શ્રીજી દયાળુ દોડે,
	રાત દિવસ વાલો મારો, રહે મારી જોડે...સ્વામી૦ ૩
આ લોકે પરલોકે મારે, શ્રીજી સાચું નાણું,
	સર્વે સુખના દાયક, હું તો શ્રીહરિને જાણું...સ્વામી૦ ૪
દયા કેરો દરિયો મારા, સહજાનંદ સ્વામી,
	જ્ઞાનજીવન કહે વાલે, ટાળી મારી ખામી...સ્વામી૦ ૫
 

મૂળ પદ

સ્વામી સહજાનંદજી મને વાલા લાગે, દર્શન કરતા ને દુ:ખ મારાં ભાગે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
અજાણ
મારા સહજાનંદસ્વામી
Studio
Audio
0
0