કેમ દઉ વિદાય, કેમ દઉ વિદાય, ક્યાંથી ગમે મુજને, મારો હરિ ચાલ્યો જાય ૧/૧

કેમ દઉ વિદાય, કેમ દઉ વિદાય,
ક્યાંથી ગમે મુજને, મારો હરિ ચાલ્યો જાય;
	રહો પ્રભુ સદાય, રહો પ્રભુ સદાય;
	તમને દેવી ગમતી નથી, પિયુડા વિદાય...ટેક.
તારા વિના પિયુ મને, હવે નહીં ફાવે,
તારા વિયોગે વ્હાલા, અન્ન નહીં ભાવે;
	કેમ તુજ વિના મારે હવે રહેવાય...ક્યાંથી ગમે૦ ૧
સંતો-ભક્તોની સાથે, અમ ઘેર આવી,
અમ ગામમાં વાલા, લે’ર કરાવી;
	મીઠી મીઠી વાતો કરી ચાલ્યા હરિરાય...ક્યાંથી ગમે૦ ૨
અતિ સુખ દીધાં અમને, મૂર્તિમાં લીધા,
આનંદ કરાવ્યો બહુ, ઉત્સવો કીધા;
	અમે જાણ્યું કે રહેશે આવું સુખ સદાય...ક્યાંથી ગમે૦ ૩
જ્ઞાનસખી રહે પિયુ, તમારે માટે,
સંત સહિત રહો, અમારે માટે;
	તારા વિના પિયુ હવે કેમ રે જીવાય...ક્યાંથી ગમે૦ ૪
 

મૂળ પદ

કેમ દઉ વિદાય, કેમ દઉ વિદાય

મળતા રાગ

ધાની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિદાય
Studio
Audio
0
0