આપજો સુખ આપજો ફરીવાર આપજો, હૈયા સંગાથે અમને ચાંપજો ૨/૨

આપજો સુખ આપજો ફરીવાર આપજો, હૈયા સંગાથે અમને ચાંપજો;
સમર્થ છો આપ તો, માયાદુ:ખ કાપજો, વે’લેરા પાછા ઘેર આવજો...ટેક.
તમ વિના વાલા નહિ ગોઠે અમને, કેમ ભૂલી શકીએ પિયુ હવે તમને;
	હવે સૂનું સૂનું લાગશે અમને પિયુડા...હૈયા૦ ૧
દિવ્ય અલૌકિક આનંદ તમારો, ક્યાંથી અમ ઘેર પ્રભુજી પધારો;
	આ તો લાગી ગયો નંબર અમારો પિયુડા...હૈયા૦ ૨
સુખ સુખ સુખ વ્હાલા બહુ દીધું, પ્રભુ મનગમતું મારું તમે કીધું;
	કોણ જાણે ભાગ્ય કેમ થયું સીધું પિયુડા...હૈયા૦ ૩
જ્ઞાનજીવન આ તો કૃપા છે તમારી, તમે વધારી છે આબરૂ અમારી;
	તારી દયાની શું કહું બલિહારી પિયુડા...હૈયા૦ ૪
 

મૂળ પદ

આવજો વાલા આવજો, ફરી પાછા આવજો

મળતા રાગ

ખેંચું તારા ગાલો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિદાય
Studio
Audio
0
0