ચાલ્યા રે ચાલ્યા રે મારો હરિ આ હેતાળુ, કેમ તજી ચાલ્યા પ્રભુ ૧/૧

ચાલ્યા રે ચાલ્યા રે મારો હરિ આ હેતાળુ,
	કેમ તજી ચાલ્યા પ્રભુ અતિ છો દયાળુ...ટેક.
તુજ વિના હવે ઘરમાં સૂનું સૂનું લાગશે,
	સૂનું સૂનું લાગશે ને દુ:ખ હૈયે જાગશે(૨)...ચાલ્યા૦ ૧
સુખ દીધાં એ તો સર્વે અતિશે સાંભરશે,
	અતિશે સાંભરશે ને હૈયું મારું ઝૂરશે(૨)...ચાલ્યા૦ ૨
આનંદ આનંદ આનંદ હતો તમે મળ્યા ત્યાંથી,
	તમે મળ્યા ત્યાંથી હવે ચાલ્યા પ્રભુ ક્યાંથી(૨)...ચાલ્યા૦ ૩
સંતો-ભક્તો સાથે વ્હાલા આવી અમ ગામમાં,
	આવ્યા અમ ગામમાં લઈ જાવા ધામમાં(૨)...ચાલ્યા૦ ૪
એકલા મેલીને અમને ચાલ્યા તમે શ્યામળા,
	ચાલ્યા તમે શ્યામળા અતિશે ઉતાવળા(૨)...ચાલ્યા૦ ૫
જ્ઞાનસખી કહે પ્રભુ આવજો વેલેરા,
	આવજો વેલેરા દેજો સુખ મૂર્તિ કેરાં(૨)...ચાલ્યા૦ ૬
 

મૂળ પદ

ચાલ્યા રે ચાલ્યા રે મારો હરિ આ હેતાળુ, કેમ તજી ચાલ્યા પ્રભુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિદાય
Studio
Audio
0
0