સહજાનંદ સ્વામી મારા પ્યારા પ્રાણનાથ, કૃપા કરીને શ્રીજી ૧/૧

સહજાનંદ સ્વામી મારા પ્યારા પ્રાણનાથ,
	કૃપા કરીને શ્રીજી ઝાલો મારો હાથ,
પ્રીતડી બંધાણી મારે તમારી સંગાથ,
	આપી દર્શન વાલા રહો મારી સાથ...ટેક.
હરિવર હૈયાના હિંચકે ઝુલાવું,
સ્નેહ સુમનની હું ઝડી વરસાવું,
	એકવાર વાલા મને ચાંપો છાતી સાથ...કૃપા૦ ૧
રહો મારી સાથ હરિ ક્યાંયે ન જશો,
હૈયાના આધાર મારા હૈયામાં વસો,
	પ્રેમે કરીને રાખું ભીડી હૈયા સાથ...કૃપા૦ ૨
તમને જ એક હરિ સદા અનુભવું,
નથી જોતું કાંઈ મારે તુંમાં ડૂબી જવું,
	એવી કરોને કૃપા વ્હાલા જ્ઞાન માથ...કૃપા૦ ૩
 

મૂળ પદ

સહજાનંદ સ્વામી મારા પ્યારા

મળતા રાગ

મનનો મોરલિયો રટે તારું નામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
વડતાલમાં બિરાજ્યાં
Studio
Audio
0
0