તમારી મૂર્તિ વિના, મને ના દેશો સુખ બીજું ૧/૧

 દોહો : સ્નેહી સહજાનંદજી, મારા પ્યારા પ્રીતમ પીવ;
	દિયો તો દિયો હરિ મૂર્તિ, લિયો તો લિયો મારો જીવ.
તમારી મૂર્તિ વિના, મને ના દેશો સુખ બીજું;
	તમને માગું, સંતોને માગું, ના માગું કાંઈ ત્રીજું...તમારી૦ ટેક.
માન મોટાઈના દેશો પ્રભુજી, ભજનમાં અડચણકારી;
અખંડ તમારી મૂર્તિ મુજને, સાંભરે મંગલકારી;
	પૂજા પ્રતિષ્ઠા કદીએ ન માગું, સિદ્ધિઓમાં ન રીઝું...તમારી૦ ૧
મૂર્તિમાં મસ્તાન રહું, ગુલતાન રહું તુજ સંગે;
ધ્યાન ભજન ધૂન કથા ને કીર્તન, સદા કરું ઉમંગે;
	તુજ વિના બીજો ઘાટ જો થાયે, ખરેખરો હું ખીજું...તમારી૦ ૨
સહજાનંદજી સર્વોપરી છો, અક્ષરધામના ધામી;
શરણે તમારે આવ્યો પ્રભુજી, જ્ઞાનજીવન કર ભામી;
	રાજીપો એક તમારો ઇચ્છું, જાણું ન બીજું ત્રીજું...તમારી૦ ૩ 
 

મૂળ પદ

તમારી મૂર્તિ વિના, મને ના દેશો સુખ બીજું

મળતા રાગ

તમારી મૂર્તિ વિના, મને ના દેશો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
લાડકવાયા
Studio
Audio
4
3