પ્યારા મારા પ્રાણ, સુણોને સુજાણ, ઉગારોને વ્હાલા ૧/૧

પ્યારા મારા પ્રાણ, સુણોને સુજાણ,
	ઉગારોને વ્હાલા મને માયિક વિષયથી...ટેક.
સુણો મારી વાત ઝાલો મારો હાથ, અનુભવું સાથ તમારો સંગાથ,
	રોમે રોમ સાથ રહો મારા નાથ,
	ઉગારોને વ્હાલા મને મૃત્યુ કેરા ભયથી...પ્યારા૦ ૧
તમારુ જ બળ રહો હર પળ, ટાળી માયા મળ કરોને નિરમળ,
	કરો કંઈ કળ તારો ભવજળ,
	ઉગારોને વ્હાલા મને માયા પરાજયથી...પ્યારા૦ ૨
પોકારે છે જ્ઞાન ઓ મારા ભગવાન, તમારું વિજ્ઞાન આપો મને દાન,
	તમે મારા પ્રાણ છોજી દયાવાન,
	ઉગારોને વ્હાલા મને સંસૃતિના ભયથી...પ્યારા૦ ૩

 

 

મૂળ પદ

પ્યારા મારા પ્રાણ, સુણોને સુજાણ, ઉગારોને વ્હાલા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલા
Studio
Audio & Video
0
0