પ્રાણ પ્યારા હરિ મારા સુણો પ્રાર્થના આ મારી અર્થના ૧/૧

પ્રાણ પ્યારા હરિ મારા સુણો પ્રાર્થના આ મારી અર્થના,
  એવો વર આપો મને, બસ એક સાંભરો તમે...ટેક.
  મને અને બીજાને સદા ભૂલી જાઉં,
  એક તારી મૂર્તિમાં સદા ડુબી જાઉં,
મારા માટે ના રહું હું તારા માટે થાઉં, હું મને ભૂલી જાઉં...બસ૦ ૧
  મૂર્તિ તમારી મને મનોહર દેખાડો,
  ખેંચી ખેંચીને મારો જીવ ત્યાં લગાડો,
હુંમાં અને સર્વમાં હું ભાળું તુજને, એવું આપો મુજને...બસ૦ ૨
  ચિંતા તો મને મારી પળ એક થાય ના,
  તારા સ્મરણ વિના પળ રહેવાય ના,
જ્ઞાનજીવન હાથ જોડી માગે એટલું, વ્હાલા દેજો એટલું...બસ૦ ૩

 

 

મૂળ પદ

પ્રાણ પ્યારા હરિ મારા સુણો પ્રાર્થના આ મારી અર્થના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મોર બોલે
Studio
Audio & Video
0
0