આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે, આવોને શ્રીજી મહારાજ ૧/૧૦

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે,
		આવોને શ્રીજી મહારાજ...ટેક.
વાટલડી જોઉં વ્હાલા દિવસ ને રાતડી,
કહેવી છે મારે વ્હાલા ઘણી ઘણી વાતડી,
		પધારો પ્યારા મારા રાજ...મારે ઘેરે૦ ૧
ચુંબન કરીશ વ્હાલા ભેટીને ભાવથી,
સાજન છો શ્રીજી મારા મોંઘેરા માવજી,
		છોડીશ બધી લોક લાજ...મારે ઘેર૦ ૨
ક્યાંથી મળો રે તમે પ્રીતમજી પાતળા,
આવો આવોને આજ આવો ઉતાવળા,
		જીવું છું નાથ તારે કાજ...મારે ઘેરે૦ ૩
જમાડું મારે હાથે કરાવું હો જલસો,
કહોને મારા વ્હાલા કેદિ તમે મળશો,
		જ્ઞાનના રાજાધિરાજ...મારે ઘેરે૦ ૪

 

 

મૂળ પદ

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે, આવોને શ્રીજી મહારાજ

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
જાગો રે ઘનશ્યામ
Studio
Audio
0
0