દેજ્યો દેજ્યો રે, ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર ૧/૧

 દેજ્યો દેજ્યો રે, ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર;
	દેજ્યો દેજ્યો રે, શક્તિ મુજને, શક્તિ તણા સરદાર...ટેક.
હું આવી છું રે શરણે તમારે, સહજાનંદ સુખધામ;
	હું લાવી છું રે, તમને દેવા તનમન હે ઘનશ્યામ...દેજ્યો૦ ૧
તમે છો મારા રે, હું છું તમારી, દામ વિનાની વેચાણ;
	હું છું પૂતળી રે, માટીની તમે પ્રીતમ મારા પ્રાણ...દેજ્યો૦ ૨
વહારે રહેજ્યો રે, જ્ઞાનજીવનને, હરપળ હે હરિરાય;
	ક્યાંઈ ના દેશો રે, બંધાવા મને ભવસાગરની માંય...દેજ્યો૦ ૩ 
 

મૂળ પદ

દેજ્યો દેજ્યો રે, ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર

મળતા રાગ

ઘોર અંધારી રે રાતલડીમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

Studio
Audio
0
0