મારા નાથ મારા નાથ ઝાલજો મારો હાથ, પળે પળે પ્રભુ તમે રે’જો મારી સાથ ૧/૧

મારા નાથ મારા નાથ ઝાલજો મારો હાથ,
	પળે પળે પ્રભુ તમે રે’જો મારી સાથ...મારા૦ ટેક.
તમ વિના નથી ગમતું, મારું મન રહે છે ભમતું,
તમે મારા જીવનપ્રાણ છો, તમે સર્વે વાત સુજાણ છો,
	વેલા વેલા આવી વાલા લેજો મને બાથ...મારા૦ ૧
હું દાસ થયો છું તમારો, દીનબંધુ મને ઉગારો,
તમે સર્વેના છો સ્વામી, હરિ ટાળો મારી ખામી,
	સ્નેહે કરીને શ્રીજી માથે મૂકો હાથ...મારા૦ ૨
હે સહજાનંદ હરિ, તમે સર્વેના ઉપરી,
હે અક્ષરધામના ધામી, સર્વેના અંતરજામી,
	જ્ઞાનજીવન કહે હરિ ગાઉં ગુણ ગાથ...મારા૦ ૩

 

મૂળ પદ

મારા નાથ મારા નાથ ઝાલજો મારો હાથ

મળતા રાગ

ધાની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
એકલડા કેમ રહેવાય
Studio
Audio & Video
0
0