અક્ષરધામથી સંતોની સંગાથ જો, પુરુષોત્તમ પધાર્યા મૃત્યુ લોકમાં ૧/૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો,
	પુરુષોત્તમ પધાર્યા મૃત્યુ લોકમાં...અક્ષર૦ ૧
શરદપૂનમની રૂડી રૂપાળી રાત જો,
 	પાટ ઢાળીને બેઠા વાલો ચોકમાં...અક્ષર૦ ૨
સંતો ભક્તોને વ્હાલે રાસ રમાડિયા,
 	રમ્યા છે વૃત્તિ રાખી પુણ્યશ્ર્લોકમાં...અક્ષર૦ ૩
દૂધ પૌઆને જમ્યા મારો વાલમો,
 	આપી પ્રસાદી સર્વે જનોને ચોકમાં...અક્ષર૦ ૪
પામ્યા પામ્યા આનંદ અપરંપાર જો,
 	લાખો જીવો સહજાનંદી જોકમાં...અક્ષર૦ ૫
જ્ઞાનજીવન કહે ઉત્સવ દ્વારા તારિયા.
 	અનંત જીવોને પહોંચાડયા બ્રહ્મલોકમાં...અક્ષર૦ ૬

 

 

મૂળ પદ

અક્ષરધામથી સંતોની સંગાથ જો, પુરુષોત્તમ પધાર્યા મૃત્યુ લોકમાં

મળતા રાગ

મોહનને ગમવાને ઈચ્છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી