અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલાલો ૧/૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલાલો.
	ચાલો સખી સહુ જોવા ચાલો...છપૈયે૦ ટેક.
જેનાથી ઉપરી કોઈ નથી આ, સર્વોપરી શ્રીહરિ,
હેતે રમાડો પ્રેમે જમાડો, પ્રીત કરી લ્યોને ખરી,
	તારવા જીવો આવ્યા છે વ્હાલો...છપૈયે૦ ૧
બાળ બન્યા છે સર્વેના સ્વામી, બાપ બન્યા છે બેટો,
ચાલો જઈએ દર્શન કરીએ, ચરણે ધરીએ ભેટો,
	કળિને કાઢી સત્ય સ્થાપશે વ્હાલો...છપૈયે૦ ૨
સર્વે અવતાર થાય આમાંથી, પાછા સમાયે આમાં,
જ્ઞાનજીવન કહે ભાગ્ય હોય તો, પ્રીત થાય આ પ્રભુમાં,
	માત-પિતાને સુખ આપશે વ્હાલો...છપૈયે૦ ૩

 

 

મૂળ પદ

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલાલો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી