શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ, (આજ) ભલે પધાર્યા શ્રીજી મહારાજ ૧/૧

 શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ, આજ ભલે પધાર્યા શ્રીજી મહારાજ;
	રાજાધિરાજ, રાજાધિરાજ, મારા હૈયાના હાર હરિ રાજાધિરાજ...ટેક.
રૂપાળી મૂરતિ મંદ મંદ હસતી, વસતી હૈયે અમારે;
	નયન કટાક્ષે કાળજડું વીંધતી, સામુ જુએ વારેવારે...શ્રીજી૦ ૧
સર્વના કારણ અમારે કારણ, આવ્યા પિયુડો આ વારે;
	સુખના સાગર અમારે ખાતર, થયા છે માનવ આકારે...શ્રીજી૦ ૨
સંતો-ભક્તોને સુખિયા કરવા, લાડીલો લાડ લડાવે;
	જ્ઞાનજીવન કહે પિયુ પાતળિયો, અમારે મન બહુ ભાવે...શ્રીજી૦ ૩ 
 

મૂળ પદ

શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ, (આજ) ભલે પધાર્યા શ્રીજી મહારાજ

મળતા રાગ

ઉત્સવ આવ્યો ઉત્સવ આવ્યો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પિયુ પધાર્યા
Studio
Audio & Video
0
0