અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે ૧/૧

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે;
	સ્વામી સહજાનંદ નામે, જગમાં તે કહાવ્યા રે...અક્ષર૦ ૧
બતાવ્યું ઐશ્વર્ય વાલે, સમાધિઓ કરાવી રે;
	મોટા મોટા મતપંથીને, દીધા વાલે હરાવી રે...અક્ષર૦ ૨
સર્વોપરી નિશ્ચય સહુને, શ્રીજીએ જ કરાવ્યો રે;
	વાલો કે’તા મારો નિશ્ચય, કરાવવા હું આવ્યો રે...અક્ષર૦ ૩
આપ્યું સુખ પોતાનું વાલે, અતિ કૃપા કરી રે;
	જ્ઞાનજીવન કહે, શ્રીજી સર્વોપરી હરિ રે...અક્ષર૦ ૪

 

 

મૂળ પદ

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી