અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે ૧/૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે,
	સર્વેના નાથ નિયંતા વ્હાલા, તમે છો અંતર્યામી રે...૧
તમારે સમાન કોઈ નથી તો, મોટો તો હોય ક્યાંથી રે,
	મોટા મોટા જાણી ન શકે, તમને હું જાણું ક્યાંથી રે...૨
કૃપા યાચું એટલી હરિ, તમને જાણું ને માણું રે,
	જ્ઞાનજીવનને તમારા વિના, દેશો મા ઠામ ઠેકાણું રે...૩

 

 

મૂળ પદ

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

મળતા રાગ

સુંદર શ્રીઘનશ્યામ મારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી