આવ્યા સંતો આવ્યા, શ્રીજીને સાથે લાવ્યા ૧/૧

આવ્યા સંતો આવ્યા, શ્રીજીને સાથે લાવ્યા,
	મારે ઘેરે આજે તો લીલા લે’ર છે...ટેક.
ફાવ્યા અલ્યા ફાવ્યા, આજ સંતો ઘેર આવ્યા...મારે૦
	લાવો પુષ્પો લાવો, હરિ સંતને વધાવો...મારે૦ ૧
લાવો બિછાના અત્ર, પવિત્ર કોરા વસ્ત્ર...મારે૦
	હાલો જલ્દી સર્વ, મૂકીને મનનો ગર્વ...મારે૦ ૨
લ્યો પૂજાની થાળી, પૂજોને વનમાળી...મારે૦
	ધરોને રૂડો થાળ, વાનગી રૂડી રસાળ...મારે૦ ૩
શ્રીજી કેરા ભાલે, કરોને ચંદ્રક વ્હાલે...મારે૦
	પ્રીતે ચોખા ચોડો, હરિમાં મન જોડો...મારે૦ ૪
લાવોને પુષ્પહાર, પહેરાવો કરી પ્યાર...મારે૦
	કરોને નમસ્કાર, હરિ સંતને અપાર...મારે૦ ૫
માનીને ભાગ્ય મોટા, નમોને છોટા મોટા...મારે૦
	આરતિ ઉતારો, હરિને હૈયે ધારો...મારે૦ ૬
આવોને સર્વે જન, કરો ભાવથી દર્શન...મારે૦
	જ્ઞાન કહે નાથ, રહોને સદા સાથ...મારે૦ ૭

 

 

મૂળ પદ

આવ્યા સંતો આવ્યા, શ્રીજીને સાથે લાવ્યા

મળતા રાગ

આવી તારે દ્વાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પિયુ પધાર્યા
Studio
Audio
0
0