પ્રીતમ પ્યારો આંગણ મારે આવ્યો, હૈયામાં મને આનંદ અતિ ઉભરાયો ૧/૧

પ્રીતમ પ્યારો આંગણ મારે આવ્યો,
હૈયામાં મને આનંદ અતિ ઉભરાયો,
	કે ધન્ય ધન્ય આજ ઘડી, સુફળ થઈ આંખલડી;
વર્ષોથી હતી જેનાથી છેટી,
	આજ હું તો ભાવે પિયુડાને ભેટી...કે ધન્ય૦ ટેક.
ચાલો ચાલો સખી આજ નાચો કૂદો ગાઓ,
વાલીડાને હેતે કરી મોતીડે વધાવો;
	આજ મારો વર્ષોનો વિયોગ ગયો,
	આજ મને આનંદ અતિશે થયો...કે ધન્ય૦ ૧
રંગોળી પુરાવો આજ અબીલ ઉડાડો,
રૂડો કરી થાળ પ્રાણ પ્યારાને જમાડો;
	જ્ઞાન કહે આનંદ હૈયે નથી મા’તો,
	આ ઝૂંપડીમાં મદઝર ક્યાંથી સમાતો...કે ધન્ય૦ ૨

 

 

મૂળ પદ

પ્રીતમ પ્યારો આંગણ મારે આવ્યો, હૈયામાં મને આનંદ અતિ ઉભરાયો

મળતા રાગ

ઉત્સવ ભક્તચિંતામણિ આવ્યો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પિયુ પધાર્યા
Studio
Audio
0
0