આવો રે પ્રીતમ મારી મેડીએ રે આવો, મેડીએ હું તેડું તમને ૧/૧

આવો રે પ્રીતમ મારી મેડીએ રે આવો,
	મેડીએ હું તેડું તમને, ભાવથી હું ભેટું તમને...ટેક.
તમારે કાજે તો વ્હાલા સજ્યા શણગાર,
તમારી ઉપર મારે અતિ ઘણો પ્યાર,
	આવીએ હે હરિ અહીં, રોકાશો મા બીજે કહીં...મેડીએ૦ ૧
તન મન ધન હું મારું સર્વ વારું તારી ઉપર,
શૈયા તારે કાજે મેં તો પાથરી છે હરિવર,
	આવીને ચખાડો સુખ, મટાડો વિયોગ દુ:ખ...મેડીએ૦ ૨
મોંઘા મારા માવ, મારો ભાવ જો જો વ્હાલા,
જન્મો જનમથી શ્રીજી, કરું કાલાવાલા,
	સુણીએ વિનંતી મારી, હું તો હરિ દાસી તારી...મેડીએ૦ ૩
જ્ઞાનજીવન કહે રાજી થાઓ મારે માથે,
લોકલાજ તજી મારે રહેવું તારી સાથે,
	ચુંબનની ઝડી કરી, હૈયા ઉપર રાખું હરિ...મેડીએ૦ ૪
 

મૂળ પદ

આવો રે પ્રીતમ મારી મેડીએ રે આવો, મેડીએ હું તેડું તમને

મળતા રાગ

ઓ જા રે કુંભાર મારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહારાજ
Studio
Audio & Video
0
0