ઊંચા ઊંચા ડુંગરે, સર છલકે, જળ ઝલકે ૧/૧

ઊંચા ઊંચા ડુંગરે, સર છલકે, જળ ઝલકે,
	જો વહે રે ખળળળ ખળળળ ઝરણાં;
નીલકંઠ ચાલે એવા વનમાં, તપ તનમાં,
	જો વહે રે, નયણાંમાં અમીરસ ઝરણાં...ટેક.
નથી પગમાં પહેરી મોજડી, કૃશ કાયા રહી છે લડથડી,
ઘોર વનમાં પડે સદા, દુ:ખ ઝડી, ત્યાં હરઘડી...જો વહે રે૦ ૧
વેષ વર્ણી ને હસતું મુખડું, ધ્યાન ધરતા મળે છે સુખડું,
થયું તીર્થ તપસ્વીનું, ભાગ્ય વડું, અતિ અતિ બડું...જો વહે રે૦ ૨
વન વિચરણ વ્હાલે આદર્યું, કોટિ જીવોનું કલ્યાણ કર્યું,
જ્ઞાનજીવન કહે, સુખ આપિયું, દુ:ખ કાપિયું...જો વહે રે૦ ૩

 

 

મૂળ પદ

ઊંચા ઊંચા ડુંગરે, સર છલકે, જળ ઝલકે

મળતા રાગ

શિવરંજની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલા
Studio
Audio
0
0