મોહન મારો મોરલિયો રે, હું તો એની ઢળકતી ઢેલ ૧/૧

મોહન મારો મોરલિયો રે, હું તો એની ઢળકતી ઢેલ,
	જીવન જોવા જાઈશ હું તો, લઈને પાણીડાની હેલ...૧
નીરખીને નયણે નેહમાં નાથને, ઉરે ઉતારું અલબેલ,
	હૈયાના હેતને ભીડીને બાથમાં, ખેલાવું ખાંતેશું ખેલ...૨
સુંદર સુવાળી સેજમાં શ્રીજી, પોઢાડી કરું હું ગેલ,
	રાખું છાતિ પર શ્યામળો સ્નેહે, છૂટો ન મૂકું હું છેલ...૩
સ્નેહે ચુંબનથી જડી વરસાવું, કરું હું જ પહેલી પેલ,
	જ્ઞાનસખી મને વાલમજી વિના, જગત લાગે છે જેલ...૪

 

 

મૂળ પદ

મોહન મારો મોરલિયો રે, હું તો એની ઢળકતી ઢેલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હેમંત ચૌહાણ
શ્રીજીના જોકરિયા
Studio
Audio
0
0