નાના એવા ઘનશ્યામ માતાને ખોળે, રમતા હતા રમતા હતા ૧/૧

નાના એવા ઘનશ્યામ માતાને ખોળે,
	રમતા હતા રમતા હતા...ટેક.
માતાજી તાજાં ભોજન બનાવે,
	ઘનશ્યામ ભાવે તે જમતા હતા જમતા હતા...૧
રોજ રોજ ઘનશ્યામ મંદિરે જાતા,
	મંદિરે દેવોને નમતા હતા નમતા હતા...૨
મિત્રોની સાથે જાંબુડા ખાવા,
	વગડામાં વાલોજી ભમતા હતા ભમતા હતા...૩
નાના નાના મિત્રોને સત્સંગની વાતો,
	રોજ રોજ ઘનશ્યામ કરતા હતા કરતા હતા...૪
રોજે સવારે વહેલા ઊઠીને ,
	એકાંતે ધ્યાન હરિ ધરતા હતા ધરતા હતા...૫
અનંત જીવોનાં કલ્યાણ કરવા,
	ઠેર ઠેર પ્રભુ નિત્ય ફરતા હતા ફરતા હતા...૬
જ્ઞાનજીવન કહે આનંદ કરતા,
	સૌને હસાવે ને હસતા હતા હસતા હતા...૭

 

 

મૂળ પદ

નાના એવા ઘનશ્યામ માતાને ખોળે, રમતા હતા રમતા હતા

મળતા રાગ

ઘનશ્યામ ઘનશ્યામ મારી સાથે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
છપૈયાપૂરમાં
Studio
Audio
0
0