ખેંચું તારા ગાલો, તું છો મારો વ્હાલો, ચુંબન કરું ને ભેટું ભાવથી ૧/૧

 ખેંચું તારા ગાલો, તું છો મારો વ્હાલો, ચુંબન કરું ને ભેટું ભાવથી;
	રસિયો રૂપાળો, સુખાળો હેતાળો...ચુંબન૦ ટેક.
તારા મુખડામાં મન મારું મોહ્યું, જોતાં લોક લાજ દેહભાન ખોયું;
	તમે હેતેથી મારી સામું જોયું પિયુડા...ચુંબન૦ ૧
તારી રઢિયાળી મૂર્તિમાં મારું, ચિત્ત ચોંટયું છે નીકળે ના બારું;
	મારે કેવળ છે કામ એક તારું પિયુડા...ચુંબન૦ ૨
રસબસ રહું પ્યારા તારી સંગે, મને રોમ રોમ સુખ આવે અંગે;
	રાખું મૂર્તિમાં આત્મા ઉમંગે પિયુડા...ચુંબન૦ ૩
તારી સાથે રહેવાની ટેવ પડી, તારા વિના મને ફાવે નહીં ઘડી;
	તારાં ચરણમાં રહું હું તો પડી પિયુડા...ચુંબન૦ ૪
મૂકું નહીં હું તો મૂર્તિરૂપી માળો, મારો નાવલિયો વર મરમાળો;
	મને સોણામાં સુખ દેવાવાળો પિયુડા...ચુંબન૦ ૫
આવો આવો વ્હાલા મુજ પાસે આવો, થઈએ એકમેક લેવા સુખ લાવો;
	પછી અવસર મળે નહિ આવો પિયુડા...ચુંબન૦ ૬
તું તો સર્વોપરી શ્રીજી મારો પ્યારો, હું તો નાનો એવો જીવ નાથ તારો;
	મને પ્રીતમજી પાર ઉતારો પિયુડા...ચુંબન૦ ૭
અંગોઅંગ વ્હાલા એકમેક થઈએ, પળ એક પ્યારા જુદા ન રહીએ;
	જ્ઞાનજીવન બીજું ભૂલી જઈએ પિયુડા...ચુંબન૦ ૮ 
 

મૂળ પદ

ખેંચું તારા ગાલો, તું છો મારો વ્હાલો, ચુંબન કરું ને ભેટું ભાવથી

મળતા રાગ

ચાલો ભક્તો ચાલો, કુંડળધામમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પિયુ પધાર્યા
Studio
Audio
0
0