ચાલ ઘના ચાલ મારી સાથે રમવા ચાલ ૧/૧

ચાલ ઘના ચાલ મારી સાથે રમવા ચાલ;
	સાથે રમી લાલ મને કરી દે નિહાલ...ચાલ૦ ટેક.
ઘનશ્યામ તારી સાથે હું તો, નાચું કૂદું આજ;
સુખનો સાગર શ્રીહરિ, તું સર્વોપરી મહારાજ;
	તારી સાથે રમતાં હું તો, થઈ જાઉં માલામાલ...ચાલ૦ ૧
ક્રિકેટ કબડી ખોખો રમીએ, રમીએ વાલીબાલ;
કઈ કઈ રમત ગમશે તને, બોલ ઘના તું બોલ;
	ઝાલી પાડુ હું તને, તું મને ઘના ઝાલ...ચાલ૦ ૨
ઘના તું તો બળિયો બહુ, માર્યા રાવણ-કંસ;
કાલિદત્તાદિ ગુંડાનો, નાશ કર્યો છે વંશ;
	જ્ઞાનજીવનના વાલા આવો, પાડી દઈએ તાલ...ચાલ૦ ૩
 

મૂળ પદ

ચાલ ઘના ચાલ મારી સાથે રમવા ચાલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અનિકેત કુલકર્ણી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
બાલુડા
Studio
Audio
0
0