ઘનશ્યામ ચાલો ચાલો ચાલો, રમવા માટે ચાલો ચાલો ૧/૧

ઘનશ્યામ ચાલો ચાલો ચાલો, રમવા માટે ચાલો ચાલો;
	બાળસખા બોલાવે તમને, રમવા માટે ચાલો ચાલો..ટેક.
સરખેસરખા બાળસખાઓ, કરશું ખેલમખેલી;
	રમત આપણી જોઈને ઘના, દુનિયા થઈ જાય ઘેલી...ઘન૦ ૧
ટેબલ-ટેનિસ લંગડી ખોખો, રમીએ હુ તુ તુ તુ;
	જગમાં પે’લો નંબર એલ્યા, લાવને ઘના તું તું...ઘન૦ ૨
બાસ્કેટબાલ ને ફૂટબાલ હોકી, રમીએ રૂડી ક્રિકેટ;
	વેણીમાધવ પ્રાગ મિત્રો, રમશે ફૂલ રેકેટ...ઘન૦ ૩
જિમ્નેસ્ટિક ને સ્વિમિંગ કરાટે, રમશું રમત ઝાઝી;
	જ્ઞાનજીવન કહે મિત્રો સર્વે, થઈશું રાજી રાજી...ઘન૦ ૪
 

મૂળ પદ

ઘનશ્યામ ચાલો ચાલો ચાલો, રમવા માટે ચાલો ચાલો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અનિકેત કુલકર્ણી
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
બાલુડા
Studio
Audio
0
0