સિદ્ધેશ્વર શ્યામ સુંદર શોભે રે, જોઇ ભકતતણાં મન લોભે રે.૧/૪

સિદ્ધેશ્વર શ્યામ સુંદર શોભે રે, જોઇ ભકતતણાં મન લોભે રે. ટેક૦
માથે મુકુટ જટા કેરો ભારી રે, તમે * ગંગાને લઇ ધારી રે ;
તેણે ** લાગો રૂડા ત્રિપુરારી રે. સિ૦ ૧
કાજુ ચાંદલો ચંદ્ર કપાળે રે, ભાવે સહિત એને જે ભાળે રે.
તેનાં તરત મહા દુઃખ ટાળે રે. સિ૦ ર
એને ભાંગ ધતૂરો તે ભાવે રે, નિત્ય મોટા મુનિવર ગાવે રે ;
એના મહિમાનો પાર ન આવે રે. સિ૦ ૩
છબી અજબ નવલ રંગી છાઇ રે, બ્રહ્માનંદ કહે સદા સુખદાયી રે ;
નયણે કેફ તણી કરડાઇ રે. સિ૦ ૪
* પા. “તેમાં.” તેથી + શોભે

મૂળ પદ

સિદ્ધેશ્‍વર શ્યામ સુંદર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
બીપીનભાઈ રાધનપુરા
શિવરંજની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0