મૂર્તિ તમારી નાથજી, વાલી લાગે છે ૧/૧

મૂર્તિ તમારી નાથજી, વાલી લાગે છે,
	દર્શન કરતાં આપનાં, દુ:ખડાં ભાગે છે...ટેક.
જોયા કરું હું રાતદિ મનોહર તારી મૂર્તિ,
તૃપ્ત નથી થતા જ નેણાં, જોતા તારી સૂરતી,
	જોતા જીવન આપને, આનંદ જાગે છે...મૂર્તિ૦ ૧
રૂપરૂપનું ધામ તમે, પ્રીતમ સહજાનંદજી,
અપાર સુખના સાગર છો, પ્યારા પરમાનંદજી,
	મનડું મારું આપના, ચરણે લાગે છે...મૂર્તિ૦ ૨
રસબસ રહું હું આપમાં બીજું મને ન આપશો,
મૂર્તિ મૂકીને આપની, જ્ઞાનજીવનને અર્થ શો,
	મારે સદા આનંદના, નગારા વાગે છે...મૂર્તિ૦ ૩

 

 

મૂળ પદ

મૂર્તિ તમારી નાથજી, વાલી લાગે છે

મળતા રાગ

માનવ નડે છે માનવીને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહારાજ
Studio
Audio
0
0