યુવાની છે એક શક્તિ, એને બનાવો ભક્તિ ૧/૧

યુવાની છે એક શક્તિ, એને બનાવો ભક્તિ;
	તો તો થઈ જાય બેડો પાર, મળે સર્વે સુખનો સાર...ટેક.
બુદ્ધિ શ્રદ્ધા ત્વરા, ઉત્સાહનો ખજાનો;
યુવાનિયાને પ્રભુજીએ, આપ્યો છે મજાનો;
	યુવાન જે જે ધારે, તે પળમાં પાર ઉતારે...યુવાની૦ ૧
આવી દુર્લભ જુવાનીમાં, સાચો લક્ષ્ય બાંધ્ય;
ખોટે રસ્તે જાતાં અલ્યા, દુ:ખશે તારું કાંધ;
	ચાલ રસ્તે સવળે, જેથી તરત મોક્ષ મળે...યુવાની૦ ૨
અખૂટ સુખનો ખજાનો છે, પ્રભુપદની પ્રાપ્તિ;
અખંડવૃત્તિ રાખે એ તો, મોટામાં મોટી પ્રાપ્તિ;
	જે ધારો તે થાય, જે ઇચ્છો તે દેખાય...યુવાની૦ ૩
ઉપાય એનો એક જ છે, સાચા સંતનો સંગ;
મન કર્મ વચને કરો, રાખીને ઉમંગ;
	તેથી ભક્તિ મળે, ને શ્રીહરિજી મળે...યુવાની૦ ૪
ગઢપણ આવતાં પે’લા, તું આ કાર્ય કરી લે;
સંતો-ભક્તો રાજી કરી, શ્રીહરિ વરી લે;
	જ્ઞાનજીવન કહે સાચું, નહિ તો ફાટી રે’શે ડાચું...યુવાની૦ ૫
 

મૂળ પદ

યુવાની છે એક શક્તિ, એને બનાવો ભક્તિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
શૌનક પંડયા
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
યુવાની છે એક શક્તિ
Studio
Audio & Video
0
0