સિદ્ધેશ્વર દેવ પ્રગટ વિરાજે રે, નિજ જનને તે ખૂબ નિવાજે રે.૪/૪

સિદ્ધેશ્વર દેવ પ્રગટ વિરાજે રે, નિજ જનને તે ખૂબ નિવાજે રે. ટેક૦
જગ થાય જાય *ભ્રૂકુટિ વિલાસે રે, એને ઈંદ્રાદિક દેવ ઉપાસે રે ;
ભાવે ભજતાં તે જગત નવ ભાસે રે. સિ૦ ૧
રાજે અચળ સદા એક રંગે રે, શોભે પાર્વતી નિત્ય સંગે રે ;
અતિ ગૌર મનોહર અંગે રે. સિ૦ ર
એની મૂર્તિ જે ઉરમાં આણે રે, તે તો મુક્ત મહા સુખ માણે રે ;
વળી મહિમા તે દેવ વખાણે રે. સિ૦ ૩
હર સેવકનાં દુઃખ હારી રે, કરુણાનિધિ મંગળ કારી રે ;
બ્રહ્માનંદ જાય બલિહારી રે. સિ૦ ૪
* જગ થાય (ઉત્પન્ન થાય), જાય (લય થઇ જાય).

મૂળ પદ

સિદ્ધેશ્‍વર શ્યામ સુંદર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
1