તું છો સહજાનંદી યુવાન રે, તારે દેવું જોઈએ ઝાઝું ધ્યાન રે ૧/૧

તું છો સહજાનંદી યુવાન રે, તારે દેવું જોઈએ ઝાઝું ધ્યાન રે;
મોટો આત્મીયતા એક ગુણ રે, તેથી ટકે બીજા સદ્‌ગુણ રે...૧
રાખો રખાવો સરવેમાં સંપ રે, સંપ વિના ન હોય કદી જંપ રે;
કોઈને ચડાવી સંપ ન તોડાવો રે, તૂટયા દિલને હેતથી જોડાવો રે...૨
એકબીજા માટે જીવો-મરો રે, તો તો સુખે સંસારને તરો રે;
રાખો વિશ્વાસ સુહૃદભાવ રે, તો તો નાવે કુસંપનો તાવ રે...૩
કોઈની કરો નહિ ખોટી વાત રે, નવ કરવો વિશ્વાસઘાત રે;
કદી અથડામણ જો થાય રે, જળ-લીટાની જેમ તે લેવાય રે...૪
મારું-તારું મૂકીને ભળવાનું રે, રાખો તો જ સુખ મળવાનું રે;
મિલે સૂર જો મેરા તુમ્હારા રે, તબ બનેગા સૂર હમારા રે...૫
હરિને આત્મીયતા ખૂબ ગમે રે, રાખો આત્મીયતા દૃઢ મને રે;
રહે આત્મીયતા જો સદાય રે, તો તો આનંદ ક્યાંય ન જાય રે...૬
નાનેરાએ મોટાનું ખમવું રે, મોટેરાએ તરત માફ કરવું રે;
તેથી આત્મીયતા જળવાય રે, હેતે અખંડ ભજન થાય રે...૭
એકબીજાના બળે જો જીવાય રે, તો તો આગળ બહુ વધાય રે;
હોય મૂંઝાતા તેને બળ દેવું રે, હૂંફ આપતા મીઠું મીઠું કે’વું રે...૮
આગળ જાતાને કરો પ્રોત્સાહન રે, અહં-ઈર્ષાનું કરજો દહન રે;
સાચો વિશ્વાસ જો જળવાય રે, તો તો આત્મીયતા બહુ થાય રે...૯
ટકે આત્મીયતા જો સદાય રે, તો તો મોટું જૂથ જળવાય રે;
કરે વિશ્વાસઘાત કોઈ જન રે, થાય આત્મીયતામાં વિઘન રે..૧૦
થયે કંકાસ ભજન ન થાય રે, માટે સમજજો વાત બાય-ભાય રે;
એમ કહે છે જ્ઞાનજીવન રે, મળશે આપણને જલ્દી જીવન રે..૧૧
 

મૂળ પદ

તું છો સહજાનંદી યુવાન રે, તારે દેવું જોઈએ ઝાઝું ધ્યાન રે

મળતા રાગ

ચોપાઈ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો

આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
યુવાની છે એક શક્તિ
Studio
Audio & Video
0
0